top of page
ખેડૂત પરિવાર સુરક્ષા યોજના
રજી.નં. : E/18728
ઉદ્દેશ અને હેતુ :
ખેડૂત પરિવાર સુરક્ષા યોજના સેવ લાઈફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ખેડૂતના પરિવાર માટે ખેડૂતની હયાતી મોભની જેમ સુરક્ષા આપે છે. પણ, જયારે એ મોભ તૂટી જાય ત્યારે તેના પરિવારને ખરી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં જો કોઈ કમાનાર પુરુષનું મૃત્યુ થાય તો તેની પત્ની સીવણકામ કે બ્યુટીપાર્લર કે પછી પાપડ અથવા અગરબત્તી વણીને કે કોઈ નાના પાયાનો ગૃહ ઉદ્યોગ કરીને પોતાના પરિવારને સંભાળી લેશે. છેલ્લે કશું ના ફાવે તો કોઈના ઘરે કપડા-વાસણ-કચરા-પોતું કરીને પણ ગુજરાન ચલાવી લેશે. જયારે ગામડામાં આવું કશું શક્ય નથી. ગામડામાં ખેડૂતની પત્ની અને તેનો પરિવાર બિલકુલ ઓશિયાળી જિંદગી જીવવા માટે મજબુર બની જાય છે. ખેડૂતની હયાતીમાં પણ ખેતીમાં તેનું કામ ભાથું આપવા જવું કે નિંદામણ કરવું કે ઘાસ વાઢીને લઇ જવું, આવું જ કાર્ય તેના ભાગમાં આવે છે. બાકીનું કામ ખેડૂત કરે છે. હવે જયારે ખેડૂત ન હોય ત્યારે તેણે બીજા પાસે કરગરી કરગરીને ખેતીનું મુખ્ય કામ કરાવવું પડે. એ પણ પેલાના સમય પ્રમાણે અને મહેનતાણું તેના મરજી મુજબનું. આ નરી વાસ્તવિકતા છે.
આ યોજનામાં ખેડૂતના મૃત્યુ બાદ તેના પરિવારને મદદ કરવા માત્રનો છે. મતલબ તેના ગયા પછી તેની હયાતી નો એહસાસ. જેથી તેનો પરિવાર ઓશિયાળો ના બને. નિરાધાર ના બને. થોડીક આર્થિક સહાય મળી જાય તો પરિવારના અમુક વર્ષો શાંતિથી નીકળી જાય, ત્યાં સુધીમાં છોકરા ભણીને આગળ વધી જાય અને કાં તો નોકરી ધંધે વળગી જાય કે ખેતી સંભાળી લે.
કાર્ય પદ્ધતિ :
રોજના પચાસ પૈસા એવી રીતે મહિનાના પંદર લેખે વાર્ષિક ૧૮૦ રૂપિયા ફંડ ભરીને આપ ખેડૂત પરિવાર સુરક્ષા યોજનામાં સભ્યપદ મેળવી શકો છો. સભ્યપદને દર વર્ષે રીન્યુ કરાવવાનું રહેશે. (સભ્યપદ અને રીન્યુઅલની આ રકમ ખેડૂતના મૃત્યુ બાદ તેના પરિવારને મૃત્યુ સહાયની રકમની સાથે પરત આપી દેવામાં આવશે. દા.ત. કોઈ સભ્યપદ ખેડૂતનું અગિયારમાં વર્ષે મૃત્યુ થાય છે. તો મૃત્યુ સહાયની રકમની સાથે સભ્યપદ મેળવ્યાના ૧૮૦ રૂપિયા અને બીજા નવ વર્ષના થઈને ૧૮૦૦ રૂપિયા તેના પરિવારને પરત આપી દેવામાં આવશે. સંસ્થા આપનો એક પણ રૂપિયો જમા રાખશે નહી. એમ સમજો કે તમે સંસ્થામાં નાની બચત કરી રહ્યા છો જે ખેડૂતના ગયા બાદ તેના પરિવારને પરત મળી જવાની છે. (અધવચ્ચે રકમ પરત નહી મળે.)
ખેડૂત પરિવાર સુરક્ષા યોજનામાં જોડાયેલા ખેડૂતોમાંથી કોઈ સભ્યપદ ખેડૂતનું મૃત્યુ થાય છે. તો સંખ્યા પ્રમાણે બીજા સભ્યપદ ખેડૂતોના દાનના ફાળા (૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા) દ્વારા તે ખેડૂતના પરિવારને મૃત્યુ સહાયની રકમ પહોચાડવામાં આવશે. અત્યારે મૃત્યુ સહાયની રકમ એક લાખ રૂપિયા છે. સારો પ્રતિસાદ મળશે અને સભ્યપદ ખેડૂતોની સંખ્યા વધશે તો મૃત્યુ સહાયની રકમ પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. સામાન્ય રીતે એટલું જ સમજો કે તમારે બારણે કોઈ ભિખારી કે બાવો આવે અને તમે એને ૨૦-૩૦ રૂપિયા આપો છો તો, તમને વિશ્વાસ છે કે એ દાનનું એ જમશે જ, વ્યસન નહી કરે ? જવાબ તમને ખબર છે. આ યોજનામાં એટલો તો તમે વિશ્વાસ રાખી શકો કે તમારો દાન રૂપે આપેલો ફાળો આપણા જ કોઈ ખેડૂતભાઈના નિરાધાર બનેલા પરિવારને મળવાનો છે. આજે તમે બીજાને ફાળો આપો છો કાલે તમારા ઘરે એ ફાળો પાછો આવવાનો છે. તો ગમે તેટલી વાર ફાળો આવે નિ:સંકોચ પણે અને હસતામુખે તે ફાળો આપો. તમારું ફાળા રૂપે આ દાન એળે નહી જાય. આ જીવન વીમો નથી છતાં એનાથી કમ પણ નથી. તમારા ગયા પછી તમારો પરિવાર નિરાધાર બનતા બચી જશે. તેથી તમારા પરિવાર માટે આજે જ પોતે જોડાવો અને બીજાને પણ જોડવા માટે પ્રોત્સાહિત કરો.
ખાસ નોંધ: આ સરકારી યોજના નથી, NGO દ્વારા ચાલતી યોજના છે.
નોંધ :
આ યોજના નો મોટો ફાયદો એ થશે કે નાની અમથી કે નગણ્ય રકમના ફાળાથી તમે તમારા પોતાના પરિવારને સુરક્ષિત કરી શકો છો. કોઈ મેડીકલ ચેકઅપની જરૂર નથી. તમે ખેડૂત હોવા જોઈએ એ સરતે તમને આ લાભ મળી રહ્યો છે. એક વાત ખાસ નોધી લો કે જયારે તમે કોઈ કંપનીનો જીવન વીમો લેવા જશો ત્યારે તમારું ઉંમર પ્રમાણે અને મુદત પ્રમાણે પ્રીમીયમ જણાવશે, જેમ ઉંમર મોટી, એમ પ્રીમીયમ પણ વધુ આવશે. મેડીકલ ચેક અપ પણ કરાવવું પડશે, બીજા પણ ઘણા કારણો ધ્યાનમાં લઈને તમને વીમો મળશે. જયારે અહિયાં એવી કોઈ પ્રકિયામાંથી પસાર થવાનું નથી. જીવન વીમો લીધો હોય અને ક્યારેક ઘરમાં પૈસાની તંગી ચાલતી હોય છતાં ઉછીના લઈને પણ પ્રીમીયમ ભરી દો છો. બસ એટલું સમજીને જે નજીવો ફાળો કે સામાન્ય વાર્ષિક રીન્યુઅલ ભરી દેશો તો તમારો પરિવાર સુરક્ષિત થઈ જશે.
ધ્યાનમાં લેશો :
આ યોજના પરિવારના મુખ્ય વ્યક્તિને જ મળશે. ખેત મજુર પણ ફોર્મ ભરી શકે છે. નાત-જાતના ભેદભાવ વગર દરેક જાતી-ધર્મના ખેડૂતો-ખેત મજૂરો આ યોજનામાં જોડાઈ શકે છે. મૃત્યુ પામેલ સભ્યપદ ખેડૂતનો સંખ્યા દીઠ જે ફાળો નક્કી કરવામાં આવે તે ફરજીયાત તેની નક્કી કરેલ સમય મર્યાદામાં ચૂકવવાનો રહેશે. યાદ રાખો કે સંસ્થા ફક્ત એક મધ્યસ્થીનું કાર્ય કરી રહી છે. વાર્ષિક રિન્યુઅલ ફરજીયાત કરાવવાનું રહેશે. ફાળો ચુકવવામાં કે રીન્યુઅલ કરવામાં ચૂક થશે તો લાભ મળશે નહી. મૃત્યુ સહાયનો લાભ ચોવીસ માસ પછી મળવાપાત્ર થશે. (કેમ?: સંસ્થાએ કોઈપણ પ્રકારનું મેડીકલ ચેકઅપ કરાવવાનું રાખ્યું નથી, ફક્ત તમે ખેડૂત હોવા જોઈએ એ શરતે તમને આ લાભ મળવાપાત્ર હોઈ સમયનું બંધન રાખેલ છે. જેથી આ છૂટછાટનો કોઈ ગેરલાભ ના ઉઠાવી શકે. જે દરેકના હિતમાં છે). મૃત્યુ સહાય વારસદાર ને જ મળશે, એવા સંજોગો ઉભા થાય કે જેમાં વારસદારનું પણ સાથે મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં ફોર્મમાં જણાવેલ ચાર ખેડૂત મિત્રો અને સહાયક પ્રતિનિધિ દ્વારા જે વારસદારનો નિર્દેશ કરવામાં આવે તેને મૃત્યુ સહાય આપવામાં આવશે ( ખાસ નોંધ લો : લોહીના સંબંધ વાળાને જ લાભ મળશે. એ સિવાય કોઈને પણ તેનો લાભ મળશે નહી). ફોર્મ ભરતા સમયે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, મૃત્યુ સમયે રજુ કરવાનું રહેશે. કોઈ બાબતમાં ગેરસમજ ઉભી થાય તો સંસ્થાનો સંપર્ક કરી અથવા ફોન કરી જાણકારી મેળવી ગેરસમજ દુર કરવી. સંસ્થાની લેખિત બાબતો જ માન્ય ગણવી. કોઈના મુખેથી સાંભળેલી મૌખિક બાબતો માન્ય ગણવી નહી. સભ્યપદ માટે સંસ્થા આપને કોઈ પણ જાતનું દબાણ કરતી નથી, પોતાની બુદ્ધિ અને સમજથી આગળ વધવું. વિવાદ ના કિસ્સામાં સંસ્થાનો નિર્ણય આખરી ગણાશે. વધુ માહિતી ફોર્મમાં આપેલી છે. દરેક ગામમાં એક સહાયક પ્રતિનિધિ નીમવાના હોય સેવાભાવી વ્યક્તિ સંસ્થાનો સંપર્ક કરે.
Paytm,
Phonepe,
Tez,
BHIM allbank
હજુ પણ કોઈ પ્રશ્ન હોય કે કોઈ બાબતમાં
સમજ ન આવી હોય તો ૯૭૧૪૦૮૦૯૯૫
પર ફોન કરી પ્રશ્નનો જવાબ મેળવી લેવો.
પેમેન્ટ
97140 80995
પર મોકલો.
Rs. 18૦/- વાર્ષિક
આ સરકારી યોજના નથી, NGO દ્વારા ચાલતી યોજના છે.
bottom of page